🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
8 ડીસેમ્બર
📜8 ડિસેમ્બર , 1976 ના રોજ અમેરિકાએ નેવાદામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
📜8 ડિસેમ્બર , 1998માં પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ હ્યુગો શાવેજ વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ બન્યા.
📜8 ડિસેમ્બર , 2003માં વરાધરા રાજે સિંધિયા રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે નિમાયા.
📜8 ડિસેમ્બર , 2003માં ઉમા ભારતી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે નિમાયા
📜8 ડિસેમ્બર , 1721માં મરાઠા સામ્રાજ્યના પ્રસિદ્ધ પેશવા બાલાજી બાજીરાવનો જન્મ થયો હતો.
📜8 ડિસેમ્બર 1947ના રોજ ભારતીય રસ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી ભાઈ પરમાનન્દનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૫૫ – યુરોપની પરિષદ દ્વારા યુરોપનો ધ્વજ અપનાવવામાં આવ્યો છે.
-
૧૯૭૧ – ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ: ભારતીય નૌકાદળે પશ્ચિમ પાકિસ્તાનના બંદર શહેર કરાચી પર હુમલો કર્યો.
-
૧૯૯૧ – રશિયા, બેલારુસ અને યુક્રેનના નેતાઓએ સોવિયેત યુનિયનને વિખેરી નાખવા અને સ્વતંત્ર રાજ્યોના કોમનવેલ્થની સ્થાપના કરવા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
-
૨૦૦૭ – બેનઝિર ભુટ્ટો, પાકિસ્તાનના પ્રથમ અને એકમાત્ર મહિલા ભૂતપૂર્વ વડાપ્રધાન, પર તેમના પક્ષના કાર્યાલય બહાર અજાણ્યા બંદૂકધારીએ હુમલો કર્યો, તેમના ત્રણ ટેકેદારો માર્યા ગયા.
-
૨૦૧૯ – ચીનમાં કોવિડ-૧૯ના પ્રથમ કેસની પુષ્ટિ કરવામાં આવી.