🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
8 એપ્રિલ
♦️૧૯૨૯ – ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ: દિલ્હી મુખ્ય ધારાગૃહમાં,ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા બોમ્બ અને ચોપાનિયા ફેંકાયા. બન્નેની ધરપકડ.
♦️૧૯૫૦ – ભારત અને પાકિસ્તાન વચ્ચે લિયાક્ત-નહેરૂ સંધિ
♦️૧૯૫૭ – ઇજીપ્તમાં સુએઝ નહેર ફરી ખોલવામાં આવી.
♦️૧૯૮૫ – ભોપાલ દુર્ઘટના: ભારતે ‘યુનિયન કાર્બાઇડ’ વિરૂધ્ધ ભોપાલ દુર્ઘટના,જેમાં ૨,૦૦૦ લોકોનાં મૃત્યુ અને ૨૦૦,૦૦૦ ને ઇજા થયેલ,માટે મુકદમો દાખલ કર્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૯૨૯ – ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ: દિલ્હી મુખ્ય ધારાગૃહમાં,ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા બોમ્બ અને ચોપાનિયા ફેંકાયા. બન્નેની ધરપકડ.
-
૧૯૫૦ – ભારત અને પાકિસ્તાન વચ્ચે લિયાક્ત-નહેરૂ સંધિ (Liaquat-Nehru Pact).
-
૧૯૫૭ – ઇજીપ્તમાં સુએઝ નહેર ફરી ખોલવામાં આવી.
-
૧૯૮૫ – ભોપાલ દુર્ઘટના: ભારતે ‘યુનિયન કાર્બાઇડ’ વિરૂધ્ધ ભોપાલ દુર્ઘટના,જેમાં ૨,૦૦૦ લોકોનાં મૃત્યુ અને ૨૦૦,૦૦૦ ને ઇજા થયેલ,માટે મુકદમો દાખલ કર્યો.
આજનો દિન વિશેષ કોફી અન્નાન
૦૮ એપ્રિલ કોફી અન્નાન
સંયુક્ત રાષ્ટ્ર સંઘના સાતમાં મહાસચિવ તરીકે સેવા આપી એવા કોફી અન્નાનનો જન્મ ૦૮ એપ્રિલ, ૧૯૩૮ ના રોજ ધાનામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ અમેરિકા ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા. અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક પૂર્ણ કર્યા બાદ એમ.આઈ.ટી કૉલેજમાં મેનેજમેન્ટમાં એમ.એસ પદવી પ્રાપ્ત કરી. ઈ.સ.૧૯૬૨ માં અન્નાન એ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં બજેટ અધિકારી તરીકે કાર્ય શરૂ કર્યું. શાંતિ અભિયાનમાં તેઓ સહાયક મહાસચિવ તરીકે રહી ચૂક્યા હતા.
૦૧ જાન્યુઆરી,૧૯૯૭ થી ૩૧ ડિસેમ્બર,૨૦૦૬ સુધી તેઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ રહ્યા. વર્ષ ૨૦૦૧ માં તેમણે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.t