🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
9 જાન્યુઆરી
📜ફિલિપ એટલે 1768માં પ્રથમ ‘ મોર્ડના સર્કસ રજૂ કર્યું.
📜1792માં તુર્કી અને રશિયાએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
📜1811માં પહેલીવાર મહિલા ગોલ્ફ ટૂર્નામેન્ટ યોજાઇ હતી.
📜સિંગાપોરમાં 1970માં બંધારણ સ્વીકારાયું હતું.
📜1982માં પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક દળ | એન્ટાર્કટિકા પહોંચ્યું હતું.
📜લિયોનેલ મેસ્સીએ 2012માં સતત બીજા વર્ષે ફીફાનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર મેળવ્યો હતો.
📜ફિલિપ એસ્ટેલે 1769માં પ્રથમ મોર્ડના સર્કસનું પ્રદર્શન કર્યું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૧૫ – મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા.
-
૧૯૫૧ – અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘનું સત્તાવાર મુખ્યાલય ખોલવામાં આવ્યું.
-
૧૯૬૦ – અહમદ શાહ દુરાનીએ બારારી ઘાટની લડાઈમાં મરાઠાઓને હરાવ્યા.
-
૨૦૦૭ – એપલના સીઇઓ સ્ટીવ જોબ્સે સાન ફ્રાન્સિસ્કોમાં મેકવર્લ્ડ કીનોટમાં મૂળ આઇફોન રજૂ કર્યો.
-
૨૦૧૧ – આફ્રિકાના સૌથી મોટા દેશ સુદાનને બે ભાગમાં વિભાજિત કરવા અને દક્ષિણ સુદાનને અલગ દેશ બનાવવા માટે જનમત સંગ્રહ યોજાયો.
આજનો ખાસ દિન વિશેષ સુંદરલાલ બહુગુણા
સુંદરલાલ બહુગુણા હતા પ્રસિદ્ધ પર્યાવરણવિદ્ અને ચિપકો આંદોલનના પ્રણેતા : સુંદરલાલ બહુગુણાનો જન્મ ૦૯ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ ઉત્તરાખંડના સિલયારા ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓએ લાહોર જઈ કલાશિક્ષણમાં સ્નાતક પૂર્ણ કર્યું. ઈ.સ.૧૯૪૯માં મીરાબેન ઠક્કરના સંપર્કમાં આવ્યા અને દલિત વિદ્યાર્થીઓને ભણાવવા જહેમત ઉઠાવી.
ઠક્કરબાપા હોસ્ટેલની , સ્થાપના કરી અને દલિતોએ મંદિરમાં પ્રવેશ કરાવવા તેમણે આંદોલન કર્યું. ઈ.સ.૧૯૭૧ માં સુંદરલાલ બહુગુણા એ સોળ દિવસનો ઉપવાસ કર્યો. ચિપકો આંદોલનને કારણે તેઓ સમગ્ર વિશ્વમાં ‘વૃક્ષપ્રેમી’ તરીકે પ્રસિદ્ધ થયા. ચિપકો આંદોલન એટલે વૃક્ષોને કપાતા બચાવવાનું આંદોલન હતું. હિમાલયના પર્વતોમાં દેવદારના જંગલોને બચાવવા હાલનાં ઉતરાંચલ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લાના વૃક્ષપ્રેમી લોકોએ સુંદરલાલ બહુગુણા, જેઓ ગાંધીવાદી અને તત્વચિંતક હતા, તેઓની અપીલથી ઇન્દિરા ગાંધીએ તેઓને આ ચળવળની આગેવાની આપી હતી.
ચંડીપ્રસાદના નેતૃત્વ હેઠળ ચિપકો આંદોલન શરૂ થયેલું. આ આંદોલન ઈ.સ.૧૯૭૩ માં થયું હતું. જયારે સ્થાનિક લોકો અને જંગલમાં કાપવા ગયેલા કોન્ટ્રાક્ટર વચ્ચે તકરાર થઈ. એક દિવસ ગામના પુરુષોની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરના મજૂરો વૃક્ષો કાપવા જંગલમાં દેખાયા, પરંતુ તરત જ ગામોમાંથી સ્ત્રીઓ જંગલમાં પહોંચી અને કપાતા વૃક્ષોને મજૂરોથી બચાવવા બાથ ભીડી આલિંગન આપ્યું અને જંગલના વૃક્ષોનો બચાવ કર્યો. સુંદરલાલ બહુગુણાના કાર્યોથી પ્રભાવિત થઈ અમેરિકાની ફ્રેન્ડ ઓફ નેચર નામની સંસ્થાએ ઈ.સ.૧૯૮૦ માં પુરસ્કાર આપ્યો.