🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
8 ફેબ્રુઆરી
♦️♦️8 ફેબ્રુઆરી, 1872માં અંદમાન એટલે કે સેલ્યુલર જેલમાં શેર અલીએ ગવર્નર પર હુમલો કરી શહીદી પ્રાપ્ત કરી.
♦️♦️8 ફેબ્રુઆરી, 1943માં સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મનીના કેલથી એક હોડી દ્વારા જાપાન માટે રવાના થયા હતા.
♦️♦️8 ફેબ્રુઆરી, 1952માં મહારાણી એલિઝાબેથ બ્રિટેનની મહારાણી અને રાષ્ટ્રમંળ દેશોની અધ્યક્ષ બની હતી.
♦️♦️8 ફેબ્રુઆરી, 1971માં વિશ્વના પહેલા ઇલેક્ટ્રિક શેરબજાર નેસ્લેડની શરૂઆત થઇ હતી.
♦️♦️8 ફેબ્રુઆરી, 1994માં ક્રિકેટર કપિલ દેવે ટેસ્ટ મેચોમાં 432 વિકેટ લઇને રિચર્ડ હેડલીનો સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૩૭ – રિચર્ડ જોન્સન યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ દ્વારા પસંદ કરાયેલા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા.
-
૧૮૭૯ – લોર્ડ હેરિસની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર સિડનીમાં એક મેચ દરમિયાન હુમલો થયો.
-
૧૯૫૫ – સિંધ, પાકિસ્તાનની સરકાર પ્રાંતમાં જાગીરદારી પ્રથાને નાબૂદ કરવામાં આવી. આ રીતે સંપાદિત કરવામાં આવેલી ૧૦ લાખ એકર (૪૦૦૦ ચોરસ વર્ગ કિ.મી.) જમીન જમીનવિહોણા ખેડૂતોમાં વહેંચવામાં આવી.
-
૧૯૬૦ – યુનાઇટેડ કિંગડમના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ ઓર્ડર-ઇન-કાઉન્સિલ બહાર પાડીને જણાવ્યું કે તેણી અને તેમનો પરિવાર હાઉસ ઓફ વિન્ડસર તરીકે ઓળખાશે, અને તેમના વંશજો માઉન્ટબેટન-વિન્ડસર નામ ધારણ કરશે.
-
૧૯૭૪ – અવકાશમાં ૮૪ દિવસ રહ્યા બાદ સ્કાયલેબ ૪ પૃથ્વી પર પાછું ફર્યું.